Satya Tv News

અંકલેશ્વર નજીવા મુદ્દે પિતા-પુત્રને માર મારી ચપ્પુ વડે હુમલો કરાયો
ચપ્પુ વડે હુમલો કરતા ઈજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ
અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના નર્મદા નદીના કિનારે ત્રણ ઈસમોએ નજીવા મુદ્દે પિતા-પુત્રને માર મારી ચપ્પુ વડે હુમલો કરતા ઈજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના સ્કુલ ફળિયામાં રહેતા ગોપાલ માધવસંગ ઠાકોર મચ્છીનો વેપાર કરે છે જેઓ ગત તારીખ-૨૭મી જુલાઈના રોજ સાંજના સમયે નર્મદા નદી કિનારે બોટ જોવા જતા હતા તે વેળા ત્યાં બેઠેલા ઇમરાન અને આરીફે તેઓને અટકાવી તારી પત્ની મકાઈ વાળાને કહેલ કે બાવાને ગામમાં રહેવા દેવાનો નથી તેમ કહી બંને ઈસમોએ ગોપાલ ઠાકોર સાથે ઝઘડો કરી આવેશમાં આવી ગયેલા બંને ઈસમોએ ધીક્કા પાટુનો માર માર્યો હતો આ વેળા ગોપાલ ઠાકોરનો પુત્ર ત્યાં દોડી આવી તેઓને ઠપકો આપતા ઇમરાને તેના પાસે રહેલ ચપ્પુ વડે તેના પર હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી જયારે આ બંને ઇસમોનું ઉપરાણું લઇ સુનીલ નામના ઇસમેં પણ મારામારી કરી હતી મારામારી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: