Satya Tv News


વાલિયાના ડહેલી ગામના આદિવાસી લોકો પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબૂર

ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ચોમાસા ઉદ્ભવે છે ગંભીર પરિસ્થિત

ચોમાસાની સીઝનમાં નદી ઓળગી જવું પડે છે અંતિમ ક્રિયા માટે

તંત્ર વહેલી તકે પુલ બનાવી આપે તેવી માંગ


વાલિયાના ડહેલી ગામમાં મરણનો પ્રસંગ બન્યો હોવાથી ગ્રામજનો કિમ નદીમાં આવેલ ભારે પ્રવાહમાં નનામી લઈ અંતિમ ક્રિયા માટે પ્રસાર થઈ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે


છેલ્લા 40થી 45 વર્ષથી ચોમાસાની સીઝનમાં વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં મરણનો પ્રસંગ બને ત્યારે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે ગામમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો કિમ નદી ઉપર પુલના અભાવે નદી ઓળગીને તેની અંતિમ ક્રિયા કરવા જવું પડતું હોય છે જેને કારણે નનામી સાથે જીવના જોખમે ગ્રામજનો નદી પાર કરતા હોય છે આ અંગે અનેકવાર તંત્રમાં રજુઆત કરવામાં આવે છે છતા તંત્ર ઉદાસીન વલણ અપનાવી રહ્યું હોવાનું લાગી રહ્યું છે

YouTube player

આજરોજ ડહેલી ગામમાં મરણનો પ્રસંગ બન્યો હોવાથી ગ્રામજનો કિમ નદીમાં આવેલ ભારે પ્રવાહમાં નનામી લઈ અંતિમ ક્રિયા માટે પ્રસાર થઈ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં 20થી વધુ માણસો નનામી સાથે નદી પાર કરતા નજરે પડી રહ્યા છે જેઓ પોતાના જીવ જોખમમાં મૂકી કેળ સમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ડહેલી-પીઠોર ગામના આદિવાસી સમાજના લોકોનું એક માત્ર સ્મશાન કિમ નદીના સામેના કિનારે આવેલ હોવાથી અવારનવાર ગ્રામજનો હાલાકી વેઠી રહ્યાં છે

તંત્ર વહેલી તકે પુલ બનાવી આપે તો સામે કિનારે આવેલ સ્મશાનમાં ચોમાસાની સીઝનમાં અંતિમ ક્રિયા માટે જઈ શકે તેમ છે તો ખેડૂતો પુલ હોય તો પોતાના ખેતરે ખેતીના કામ માટે પણ જઈ શકે પરંતુ તંત્રની ઉદાસીનતાને પગલે લોકોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: