અંકલેશ્વરમાં મિત્રતા દિવસની અનોખી ઉજવણી કરાય,JCI અંકલેશ્વર દ્વારા ભૂખ્યાઓને ભોજન કરાવી મિત્રતા દિવસની ઉજવણી કરી, 100 વધારે ભૂખ્યાઓને વાલિયા ચોકડી ખાતે JCI સંસ્થાએ ભોજન કરાવ્યું
JCI અંકલેશ્વર દ્વારા મિત્રતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં JCI અંકલેશ્વરની બહેનોએ ઘરેથી ભોજન બનાવી 100 ઉપરાંત ભૂખ્યાઓને વાલિયા ચોકડી ખાતે ભોજન કરાવી મિત્રતા દિવસની અનોખી ઉજવણી કરી હતી
અંકલેશ્વર ખાતે મિત્રતા દિવસની અનોખી ઉજવણી JCI દ્વારા કરવામાં આવી હતી. જેમાં ભોજન JCI અંકલેશ્વરની બહેનોએ ઘરેથી બનાવ્યું હતુ. આપણે આપણા પરિવાર સાથે મિત્ર સાથે ઘણીવાર હોટલમાં જતા જ હોય છે પણ જો ક્યારેક કોઈ ભૂખ્યાને ભોજન આપીએ તો આવા જ વિચારોથી JCI અંકલેશ્વર પરિવાર એ બધા માટે ઘરે જ જમવાનું બનાવ્યું અને લગભગ 100 થી વધારે ભૂખ્યાઓને ભોજન કરાવ્યું અને નવી રીતે મિત્રતા દિવસની ઉજવણી કરી..
આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ઓફ JCI અંકલેશ્વર જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જેસી વલકેશ પટેલ, પ્રોજેક્ટ કોર્ડીનેટર જેસી શીતલ જાની, જેસી શ્યામા શાહ, જેસી ચંચલ જૈન, સાથે સાથે જેસી સિયામોહન શુક્લા, પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી ઉમેશ સાવલિયા, જેસી તેજસ પંચાલ, જેસી બીપીનભાઈ દુધાત, સેક્રેટરી જેસી દર્શન જાની, જેસી બ્રિજેશ પટેલ, જેસી આશા પટેલ, જેસી પ્રદીપ ભંડારી, જેસી શ્રીમાતા હાજર રહી સાથ આપ્યો હતો..
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર