ઔધોગિક કચરાના નિકાલ અર્થે આવતા વાહનો માર્ગ બંધ થવાથી કરાયા હોટલો પર પાર્ક
ઔદ્યોગિક કચરાની ટ્રકોમાંથી પ્રદુષિત પાણી ઢોળાતા ભરાયા ખેતરોમાં
ખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ
જંબુસર તાલુકાનું મગણાદગામે આવતી ઔદ્યોગિક કચરાની ટ્રકો કંપનીમાં ખાલી નહીં કરી હોટલ પર ઊભી રાખાતા તેમાંથી કેમિકલ નીચે ઢોળાતા આજુ બાજુના ખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઔધોગિક કચરા ના નિકાલ માટે કાર્યરત જંબુસર તાલુકા ના મગણાદ ગામે આવેલ ડેટોક્સ ગ્રુપ સંચાલિત સેફ એન્વાયરો પ્રાઈવેટ લિમિટેડ કંપની ધ્વારા ગામની ગોચર જમીન તથા સરકારી જમીન પર કબજો કરી રસ્તો બનાવી દેતા ગ્રામ પંચાયત તથા ગ્રામજનો એ કંપની મા જવાનો રસ્તો ઝાડી ઝાંખરા નાખી ને બંધ કરી દેતા ઔધોગિક કચરો લઈ ને આવતા વાહનો આજુબાજુ ની હોટેલ મા પાર્ક કરતા તેના કારણે ઉભી થયેલ વિષમ પરિસ્થિતી ના પગલે હોટલો ની નજીક મા ખેતી ની જમીન ધરાવતા ખેડુતો મા રોષ ની લાગણી પ્રવર્તી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ઔધોગિક કચરા ના નિકાલ માટે કાર્યરત જંબુસર તાલુકા ના મગણાદ ગામે આવેલ ડેટોક્સ ગ્રુપ સંચાલિત સેફ એન્વાયરો પ્રાઈવેટ લિમિટેડ કંપની ધ્વારા મગણાદ ગામની ગોચર જમીન તથા સરકારી જમીન પર કબજો કરી રસ્તો બનાવી દેતા ગ્રામ પંચાયત તથા ગ્રામજનો એ કંપની મા જવાનો રસ્તો ઝાડી ઝાંખરા નાખી ને બંધ કરી દીધો હતો. અને તેના કારણે ઔધોગિક કચરા ના નિકાલ અર્થે આવતા વાહનો માર્ગ બંધ થવાથી નજીક મા આવેલ હોટલો ના પાર્કિંગ મા પોતાના વાહનો ઉભા કરી દીધા હતા.પાર્કિંગ મા ઉભા કરાયેલ ઔધોગિક કચરો ભરેલ વાહનો માથી પ્રદુષિત પાણી નિતરતુ હોય આ પ્રદુષિત પાણી હોટલો ની નજીક આવેલ ખેડૂતો ના ખેતરો મા વહી જતા ખેડૂતોએ વિરોધ વ્યક્ત કરી ઔધોગિક કચરો ભરેલ વાહનો ને હટાવવા ઉગ્ર રજુઆત કરી હતી. હોટલો ઉપર પાર્ક કરાયેલ ઔધોગિક કચરા ના વાહનો કારણે વાતાવરણ પણ પ્રદુષિત થયુ છે. અને સમગ્ર વિસ્તાર મા દુર્ગંધ પ્રસરી ગઈ છે. ત્યારે વહીવટીતંત્ર તાકીદે હરકત મા આવી વાતાવરણ તથા ખેતી ની જમીન પ્રદુષિત કરતા વાહનો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
વિડિઓ જર્નલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર