કોસમડીમાં 14 હજારના ફોનની ચોરી કરી તસ્કરો ફરાર
નિંદ્રાધીન યુવાનના ફોનની ચોરી કરી તસ્કરો ફરા
મોબાઈલ ચોરી અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના કોસમડી ગામની લાલ કોલોની નિંદ્રાધીન યુવાનના 14 હજારના ફોનની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા
મૂળ પંચમહાલના સહેરાનો અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામની લાલ કોલોનીના મકાન નંબર-૩૫માં રહેતા સુનીલકુમાર બાબુ પટેલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ખાનગી કંપનીમાં નોકરી કરે છે જેઓ ગત તારીખ-૧૬મી ઓગસ્ટના રોજ પોતાના રૂમ પર હતો તે વેળા તેણે પોતાનો ૧૪ હજારનો ફોન ઓશિકા પાસે મૂકી સુઈ ગયો હતો તે દરમિયાન અજાણ્યા ઈસમો તેના રૂમમાં પ્રવેશ કરી મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા મોબાઈલ ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર