Satya Tv News

વિધાનસભાની ચૂંટણીને લઇને CR પાટીલનું સૂચક નિવેદન, ચૂંટણી જાહેર થવામાં 60 દિવસનો સમય બાકી: પાટીલ

પાટીલે વિધાનગરના કાર્યક્રમમાં હાજરી આપી, ચૂંટણી જાહેર થવામાં 60 દિવસનો સમય બાકીઃ પાટીલ, વિદ્યાનગરમાં પાણી પ્લાન્ટનું પાટીલે કર્યું લોકાર્પણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વચ્ચે ચૂંટણીને લઇને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. તમામ પક્ષો હવે એક્શન મોડમાં આવી ગયા છે. દરેક પક્ષો દ્વારા જમીની સ્તરે પણ કામગીરી શરૂ કરી દેવાઇ છે. સાથે જ જે રીતે એક બાદ એક જાહેરાતો થઇ રહી છે. તે જોતા હવે રાજ્યમાં ધીરે ધીરે ચૂંટણીનો માહોલ તૈયાર થઇ રહ્યો છે. આ વચ્ચે વિધાનસભાની ચૂંટણીને લઇને CR પાટીલનું સૂચક નિવેદન સામે આવ્યું છે.

વિધાનસભાની ચૂંટણીને લઇને આણંદમાં સી.આર.પાટીલે સૂચક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પક્ષના કાર્યકર્તા તરીકે મને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી જાહેર થવામાં 60 દિવસનો સમય બાકી છે. સમય ઓછો હોય અને સમયની મર્યાદા છે. કાર્યક્રમને જલ્દી સમાપ્ત કરી પાટીલ ગાંધીનગર જવા રવાના થયા હતા.

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આણંદની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વિદ્યાનગર ખાતે નગરપાલિકાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. નલ સે જલ યોજના હેઠળ 750 લોકોને પાણીનું જોડાણ આપ્યું છે. પાટીલે પાણીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.

error: