ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન
છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા નીકળી
મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી
ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ઉત્સવની ઉજવણી આનંદ ઉલ્લાસ અને શ્રધ્ધાભર્યા માહોલ માં બે વર્ષ બાદ પરંપરાગત રીતે કરવામાં આવી હતી.છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી.

છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણની અસર ઉત્સવોની ઉજવણી પર જોવા મળી હતી. પણ આ વર્ષે કોરોના સંક્રમણ હળવું થતા છડી મેઘરાજા ના ઉત્સવ ની પરંપરાગત પૂજાવિધી સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.મેધરાજાના દર્શન કરવા અને મેળાની મજા ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. પરંપરા મુજબ દશમના દિને છડી ઘોઘારાવ મહારાજ મંદિરે પરત ફરી હતી. જ્યાં બે છડીને ઝુલાવવા સાથે ભેટાવવામાં આવતા દૃશ્યને માણવા માનવ મેદની ઉમટી પડી હતી. તે સાથે છડીનોમના મહોત્સવની પુર્ણાહુતિ થતા દિવસથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાની વિસર્જન શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.

પરંપરા મુજબ મેઘરાજાને મેળા ના દર્શન કરાવી નિયત રૂટ પર થઈ ભોઈવાડ થી મેઘરાજા ની ભવ્ય વિસર્જન શોભા યાત્રા નીકળી હતી.મેઘરાજા ના અંતિમ દર્શન કરવા અને ભાવભરી વિદાય આપવા શ્રદ્ધાળુઓનો સાગર ઉમટયો હતો..તો મેઘરાજાને બાળકો ભેટાડવાની અનોખી પરંપરા રહેલી હોય તે માટે ભારે ધસારો જોવા મળતો હતો.બે વર્ષ બાદ ભરૂચના પોતીકા કહી શકાય તેવા પર્વો અને ઉત્સવો ઉજવાતા ભકતોમાં આનંદની લાગણી જોવા મળી રહી હતી