અંકલેશ્વરના સારંગપુર ગામની આત્મીય રેસીડેન્સીમાં રહેતા જયશંકર રામ કિશન મિશ્રા સાંજના સમયે પોતાના ઘરે હતા તે દરમિયાન સોસાયટીમાં દુકાન પાસે મસ્તી મજાકનો અવાજ આવતા તેઓએ ત્યાં જઈ જોતા તેઓનો પુત્ર આશિષ મિશ્રા મિત્રો સાથે ઉભો હતો જેને પરત ઘરે લઇ જતા હતા તે દરમિયાન ત્યાં બેઠેલ મેહુલ અને અન્ય ત્રણ ઈસમોએ કેમ મોટા અવાજે બોલે છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા ચારેય ઈસમો જયશંકર રામ કિશન મિશ્રા ઉપર તૂટી પડ્યા હતા તે વેળા છોડાવવા વચ્ચે પડેલ તેઓની પત્ની આરાધનાબેન મિશ્રાને પણ આ ચારેય ઈસમોએ લાકડીના સપાટા મારી માર માર્યો હતો મારામારી અંગે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર