Satya Tv News

29 ઓગસ્ટ 2007માં 108 ઈમરજન્સી સેવાની શરૂઆત થઈ હતી

15 વર્ષમાં અંદાજે 12.67 લાખ લોકોના જીવ બચ્યા

રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 2007માં શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવાને આજે 15 વર્ષ પૂર્ણ થયા છે. 29 ઑગષ્ટે 2007માં 108 ઇમરજન્સી સેવા શરૂ થઇ હતી. એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ સેવામાં 15 વર્ષમાં અંદાજે 12.67 લાખ લોકોના જીવ બચ્યા. જ્યારે અત્યાર સુધીમાં 1.20 લાખ બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં થયો.

error: