Satya Tv News

અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા પર તૂટ્યો કેબલ

25000 વોટનો કેબલ તૂટી પડતા ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ

ઇલેક્ટ્રિક સપ્લાય સવારે 9.15 કલાકથી ઠપ થતા ટ્રેન વ્યવહાર અટકી ગયો

અંકલેશ્વર :- અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25000 વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ થઈ ગયો છે

શુક્રવારે સવારે અંકલેશ્વર અને પાનોલી રેલવે સ્ટેશન વચ્ચે કિલોમીટર નંબર 314 /25 પાસે રેલવેનો 25000 વોટ ઓવરહેડ કેબલ તૂટી પડ્યો હતો. અમદાવાદ અને મુંબઈની મુખ્ય અપ લાઈનનો ઇલેક્ટ્રિક સપ્લાય સવારે 9.15 કલાકથી ઠપ થતા ટ્રેન વ્યવહાર અટકી ગયો હતો. ઘટનાંની જાણ અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા રેલવે ડિવિઝનમાં કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી.અજમેરથી બાંદ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન અંકલેશ્વરના પીરામણ ગરનાળાના બ્રિજ ઉપર જ અટકી ગઈ હતી. જ્યારે અન્ય ટ્રેનોમાં વડોદરાથી મુંબઈ તરફ જતી ગુજરાત એક્સપ્રેસ, સયાજી નગરી, દિલ્હી-બાંદ્રા, પશ્ચિમ એક્સપ્રેસ જેટલી 6 ટ્રેનો આ લખાય છે ત્યાં સુધી પ્રભાવીત થઈ હતી.ઓવરહેડ ઈકવપમેન્ટ વાન રેલવેએ સ્ટાફ સાથે સ્થળ ઉપર મોકલી તૂટી ગયેલા 25 હજાર વોલ્ટના કેબલને દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે રેલવે તંત્રે વડોદરા-સુરત મેમુ અને ભરૂચ -સુરત મેમુ ટ્રેન રદ કરી દીધી છે.બનાવને 2 કલાક થઈ ગયા છે પણ હજી તૂટી ગયેલો કેબલ દુરસ્ત નહિ થતા અમદાવાદ-મુંબઇનો ટ્રેન વ્યવહાર ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ઠપ છે. છ ટ્રેનો વિલંબિત થવા સાથે 2 મેમુ રદ કરવામાં આવતા નોકરિયાત, પાસ હોલ્ડરો, વિધાર્થીઓ, વેપારીઓ સહિત 8000 મુસાફરો અટવાઈ ગયા છે. જેમને હવે પોતાના સ્થળે કે ફરજે સમયસર પોહચવા અન્ય વાહનો કે હાઇવેની વાટ પકડવાનો વારો આવ્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: