Satya Tv News

અંકલેશ્વરમાં તળાવની ફરતે લગાવેલ એંગલ ચોરી
એંગલોની ચોરીની ઘટનાને પગલે વિપક્ષે ઉઠાવ્યા સવાલો
ચોરી બાબતે ગંભીરતા દાખવી ફરિયાદ નોંધાવાની માંગ કરી

અંકલેશ્વર શહેરમાં આવેલ ગામ તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શનની એંગલોની ચોરીની ઘટનાને પગલે વિપક્ષે સવાલો ઉઠાવી બહેલી તકે ફરિયાદ નોંધાવવા માંગ કરી છે.

અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા પાસે નગર પાલિકા હસ્તકનું ગામ તળાવ આવેલ છે જે તળાવ થકી શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે જે તળાવની ફરતે પાલિકા દ્વારા પ્રોટેક્શનની એંગલો લગાવી ફેન્સીંગ કરવામાં આવી છે જે સ્થળે દેખરેખ માટે વોચમેન પણ મુકવામાં આવ્યા છે ત્યારે આ તળાવની ફરતે લગાવેલ એંગલોને તસ્કરોએ નિશાન બનાવી હતી અને ૧૫૦ જેટલી એંગલની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે આ અંગે કોઈપણ જાતની ફરિયાદ હજી સુધી નોંધાઈ નથી ત્યારે આ અંગેની જાણ વિપક્ષના રફીક ઝઘડિયાવાલાને થતા તેઓએ વોચમેન હોવા છતાં ચોરીની ઘટના બને હોવાથી સવાલો ઉઠાવી જો કોઈ તળાવમાં ઝેર નાખી જાય તો લોકોનું શું થશે તેવા સવાલો ઉઠાવ્યા છે અને આ અંગે પાલિકા પ્રમુખનો સંપર્ક કરતો તેઓએ કોન્ટ્રાક્ટરના કબજામાં હોવાનું જણાવ્યું હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે આ બાબતે ગંભીરતા દાખવી ફરિયાદ નોંધાવાની માંગ કરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: