Satya Tv News

વડોદરા સહિત દેશભરમાં બાળકોના તસ્કરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વડોદરા પોલીસે રેલવે સ્ટેશન ઉપરથી બાળકોની તસ્કરી કરી તેમને સપ્લાય કરતી ગેંગના પતિ-પત્ની સહિત 4 આરોપીઓને પણ ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી બાળકીનો પણ કબજો મેળવી લીધો છે. ત્યારે આ મામલે પોલીસે બાળકીના માતા-પિતાની ઓળખ કરવા DNA સેમ્પલ પણ લઇ લીધા છે. બાળકીના સોદામાં વકીલની પણ સંડોવણી હતી તેમજ ડૉક્ટર, નર્સ તથા સ્ટાફની સંડોવણી હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. આથી, આ સમગ્ર મામલે વડોદરા પોલીસ કમિશનરે SITની રચના કરી છે.

વડોદરા પોલીસનાં ડીસીપી અભય સોનીનાં નેતૃત્વવાળી ઝોન 2 LCB ટીમને એવી માહિતી મળી હતી કે, દિલ્હીથી મહિલા સહિત બે શખ્સ એક નવજાત બાળકીને લઇ વડોદરામાં રહેતાં એક નિ:સંતાન દંપત્તિને સોંપવા આવી રહ્યાં છે. જેનાં આધારે એલસીબીની ટીમે રાવપુરા શી ટીમને સાથે રાખી વડોદરા રેલવે સ્ટેશન પાસેથી નવજાત બાળકી સાથે દિલ્હીનાં કરોલબાગ ખાતે રહેતી પૂજા હરિશંકર નામની મહિલા તેમજ તેની સાથે દિપક શિવચરણ નામનાં ઇસમને ઝડપી લીધા હતાં.

બંને પાસેથી મળી આવેલ બાળકી અંગે પૂછપરછ હાથ ધરતા તેઓ તે બાળકી પંજાબથી લાવ્યાં હોવાનું ખૂલ્યું હતું. માત્ર 8 દિવસની આ બાળકીને પંજાબથી દિલ્હી લાવી ટ્રેન મારફતે તેઓ વડોદરા લાવ્યા હતા. શહેરના સલાટવાડા વિસ્તારમાં તુલસીભાઇની ચાલીમાં રહેતાં બંગાળી દંપત્તિ સૌરભ વેરા અને તેમની પત્ની સોમા વેરા સાથે તેઓએ આ બાળકીનો 2.50 લાખમાં સોદો કર્યો હતો. પરંતુ વડોદરામાં આ માસુમ બાળકી વેચાય એ પહેલાં જ પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરી દીધો હતો.

હાલ આ ઘટનામાં પોલીસે બાળક ખરીદનારા દંપતિ સૌરભ અને સોમા વેરા તેમજ બાળકીને વેચવા આવેલાં પૂજા અને દિપકની પણ ધરપકડ કરી લીધી છે. અત્યારે ચારેય આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે. ચોરી કરનાર ભાવેશ રાજગોર રીઢો આરોપી હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં બાળકીને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

error: