Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસે દારૂ ઝડપ્યો
માંડવા ગામના રોડ ફળિયામાંથી જથ્થો ઝડપાયો
અલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાં અલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વરના માંડવા ગામના રોડ ફળિયામાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે થવાનો છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન કાર ચાલક પોલીસને જોઈ કાર સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૫૦૪ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૬૪ હજારથી વધુનો દારૂ અને વાહન મળી કુલ ૧.૬૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: