Satya Tv News

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ચોરી
વેલકમ નગરના એક મકાનને તસ્કરોએ બનાવ્યું 2 વાર નિશાન
ચાંદીના ઘરેણા અને રોકડાની ચોરી કરી ફરાર

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ બે મહિનામાં બીજી વાર નિશાન બનાવી ચાંદીના ઘરેણા અને રોકડાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર શહેરમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી જેવામાં અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ બે મહિનામાં બીજી વાર નિશાન બનાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે મકાન માલિક ઉર્મિલાબેન નિકુંજ વસાવા ગતરોજ પરિવાર સાથે બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરો પાછળના દરવાજાથી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર આ જ મકાનને નિશાન બનાવતા મકાન માલિકે ચોરીની ઘટનાનાને અંજામ આપનાર તસ્કરની વહેલી તકે અટકાયત કરવામાં આવે તેવી માંગ કરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: