Satya Tv News

અંકલેશ્વર GIDC પોલીસે ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો
ઇથાઇલ એસ્ટેટ મટીરીયલનો જથ્થો સગેવગે કરતા ઝડપાયો
29 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા રોડ ઉપર મીરા નગર અને સારંગપુર વચ્ચેથી ઇથાઇલ એસ્ટેટ મટીરીયલનો જથ્થો સગેવગે કરતા ટેન્કર ચાલકનો પોલીસે ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના કમલમ પાર્ટી પ્લોટ પાસે આવેલ આરના રેસિડેન્સીમાં રહેતા પ્રવીણ કાશીરામ પટેલ છેલ્લા 32 વર્ષથી કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે જેઓના ટ્રાન્સપોર્ટને ગત તારીખ-20મી સપ્ટેમ્બરે પાનોલીની મહાદેવ કેમિકલ કંપનીમાંથી ભરૂચ જી.એન.એફ.સી.માંથી ઇથાઇલ એસ્ટેટ મટીરીયલ 15435 કેજીએસ રૂપિયા 14.84 લાખનો જથ્થો લાવાનો ઓર્ડર મળ્યો હતો જે ઓર્ડર માટે ટ્રાન્સપોર્ટ દ્વારા ટેન્કર નંબર-જી.જે.16.ઝેડ.1494ના ચાલક રામાશંકર ફુલચંદ યાદવ કેમિકલનો જથ્થો ભરવા માટે રવાના થયો હતો જે બાદ તારીખ-21મી સપ્ટેમ્બરના રોજ રાતે જી.આઈ.ડી.સી.પોલીસનો ટ્રાન્સપોર્ટ મેનેજર ઉપર ફોન આવ્યો હતો અને પોલીસે જણાવ્યું હતું કે રાજપીપળા રોડ ઉપર મીરા નગર અને સારંગપુર વચ્ચે ટેન્કરમાંથી ઇથાઇલ એસ્ટેટ મટીરીયલનો જથ્થો સગેવગે કરતા ટેન્કર ચાલકને બે દ્રમમાં 360 કેજીએસ મળી કુલ 29 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હોવાની જાણ થતાં જ મેનેજર તાત્કાલિક જી.આઈ.ડી.સી.પોલીસ મથકે દોડી આવ્યો હતો અને કેમિકલ ચોરી અંગે ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: