Satya Tv News

અંકલેશ્વર મીરાનગરથી 8 મહિના પહેલા ગુમ થયેલી 9 વર્ષીય રુકસારની તપાસ કરી રહેલી સીબીઆઈએ માહિતી આપનારને 5 લાખના ઈનામની જાહેરાત કરી છે. આ અંગે ભરૂચ જિલ્લા પોલીસે પણ રુકસારની શોધમાં ચાર રાજ્યો, બે કેન્દ્રશાસિત પ્રદેશ સહીત રેડ લાઈટ એરિયાથી લઈને અનેક સ્થળો ખુંદી નાખવા છતાં રુકસાર મળી ન હતી. જેથી બે મહિના પહેલા પિતાની અરજીથી સમગ્ર તપાસ સી.બી.આઈને સોંપાઈ હતી.

અંકલેશ્વર GIDCમાં આવેલી સિલ્વર સિટી નામની બિલ્ડિંગમાં રહેતી 9 વાર્ષિક રુકસાર મહંમદ અંસારી હિન્દી અને ભોજપુરી ભાષા જાણકાર ગત 30 મી જાન્યુઆરીના રોજ ગુમ થઇ ગઈ હતી. જે અંગે જિલ્લા એસપી ડૉ.લીના પાટીલએ પણ વિશેષ રસ દાખવી ગુમ રુકસારને શોધવા માટે અલગ અલગ ટીમોની રચના કરી ચાર રાજ્યના, 2 કેન્દ્રશાસિત પ્રદેશ, રેડ લાઈટ એરિયા સહિત અનેક શહેરો ખુંદી નાખ્યું હતું. છતાં પણ કોઈ પણ સ્થળે તેનો પત્તો લાગ્યો ન હતો. જોકે આ અંગે પુત્રી વગર દુઃખી બનેલા પિતાએ સી.બી. આઈની તપાસ માંગ કરી હતી. ત્યાર બાદ બે મહિના પહેલા જ સી.બી.આઈને તપાસ સોંપવામાં આવી હતી.

જે અંગે ગત મહિને જ સીબીઆઈની ટીમે અંકલેશ્વર શહેરમાં આવી તપાસ કરી પરિવારના જવાબો લઈ ગઈ હતી. પરંતુ હજીય રુકસારનો પત્તો નહિ લાગતા સી.બી. આઈએ એક પત્રિકા બનાવી રુકસાર અંગે સચોટ માહિતી અપનારને રૂ.5 લાખ આપવાની જાહેરાત કરી છે. જે અંગે સી.બી.આઈ ઓફિસ મુંબઈ 022-2757 6804 તેમજ ભરૂચ જિલ્લા કંટ્રોલ રૂમ 02642- 223303 તેમજ ડી.વાય.એસ.પી સી.બી.આઈ. એસ.સી.બી મુંબઈનો નંબર 9426767677 જારી કરવામાંમાં આવ્યો છે.

error: