Satya Tv News

મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી
ભરૂચમાં આવેલું મંદિર 52મી શક્તિપીઠ

આજથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહયો છે ત્યારે માઇ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડશે. ભરૂચના દાંડીયાબજાર વિસ્તારમાં આવેલાં અંબાજી માતાજીના મંદિર ખાતે અતિ પ્રાચીન વીશા યંત્ર આવેલું છે. આજથી શકિતની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહયો છે.

9 દિવસ સુધી શ્રધ્ધાળુઓ માતાજીની ભકિતમાં લીન બની ગયાં છે. મંદિરના પુજારી મનોહરગીરી ગોસ્વામીના જણાવ્યાં અનુસાર આ પ્રકારના વિશા યંત્ર રાજયમાં બે સ્થળે છે. એક અંબાજી મંદિરમાં અને બીજું ભરૂચના મંદિરમાં. આ યંત્રની સ્થાપના 2 હજાર વર્ષ પુર્વે કરવામાં આવી હોવાનું અનુમાન છે અને નર્મદા પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. આ યંત્ર હંમેશામાં પાણીમાં ડુબેલું રહે છે. તેમાંથી પાણી કાઢી લેવામાં આવે તો પણ તેમાં આપમેળે પાણી આવી જાય છે. આ યંત્રનું પાણી કદાપિ સુકાતું પણ નથી.

આરાસુરી શક્તિપીઠ અંબાજી બાદ ભરૂચના દાંડીયા બજારમાં આવેલા અંબાજી મંદિરમાં રાજ્યનું બીજું પ્રાચીન વિશા યંત્રના દર્શન કરી શકાય છે.

ગુજરાતમાં આવેલાં ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે. જેમાં પાવાગઢ, અંબાજી અને બહુચરાજીનો સમાવેશ થાય છે. 52મું શક્તિપીઠ ભરૂચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે. દાંડિયાબજારમાં માં અંબાનું સ્થાનક છે.

error: