Satya Tv News

અંકલેશ્વરમાં ખુદ સફાઈ કર્મચારીઓજ પીવે છે દારૂ
દેશી દારૂની પોટલી પીતાં વિડીયો વાયરલ થયા
પીરામણ ગામના સફાઈના ટેમ્પા પર રહેલા કર્મચારીઓના વિડિઓ
કમર્ચારીઓ બિન્દાસ્ત પણે દારૂ કેમેરા આગળ પિતા નજરે પડ્યા
સફાઈ કામદારોનો દારૂ લઇ જતા વિડીયો
જાહેર માર્ગ પર જ પીતાં જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો

અંકલેશ્વરમાં ગાંધી જયંતિ એ જ દારૂબંધીના લીરેલીરા ધજાગરા દ્રશ્યો સામે આવ્યા છે.ખુદ સફાઈ કર્મચારીઓ જ દેશી દારૂની પોટલી પીતાં વિડીયો વાયરલ થયા છે.પીરામણ ગામના સફાઈના ટેમ્પા પર રહેલા કમર્ચારીઓ બિન્દાસ્ત પણે દારૂ કેમેરા આગળ પિતા નજરે પડ્યા હતા.સફાઈ કામદારોનો દારૂ લઇ જતા અને જાહેર માર્ગ પર જ પીતાં જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો.

ગુજરાત માં તો દારૂ બંધી છેજ પણ દેશમાં પણ આજે દ્રાઈ ડે રાખવામાં આવે છે.ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દેશી-વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.આ વચ્ચે ગાંધી જયંતીના દિવસે જ દારૂબંધીના લીરેલીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા છે.સ્વચ્છતાના આગ્રહી એવા બાપુના ઉદેશ્ય સાથે જોડાયેલા સફાઈ કામદારો જ જાહેરમાં દારૂ લઇ પિતા નજરે પડ્યા હતા.પીરામણ ગામના જ જાગૃત નાગરિકે પંચાયતના સફાઈ કામદારને ટેમ્પો ચાલકનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું.જેમાં એક કમર્ચારી ગામના જ એક વિસ્તારમાંથી દારૂની પોટલી લઇ ટેમ્પા પાસે આવે છે અને ટેમ્પામાં મૂકે છે.જે બાદ જાગૃત નાગરિક દ્વારા થેલી ખોલાવી એમાં શું છે તો નશેબાજ કર્મચારી બિન્ધાસ્ત પળે અંદર દારૂ હોવાની કબૂલાત કરી છે.એટલું જ નહિ વારંવાર પૂછાતા જ ગુસ્સે થઇ જઈ અંદરથી દેશી દારૂની પોટલી કાઢી દારૂ પીતા શુટીંગ પણ કરાવે છે.અને પાછા પૂછે છે બરાબર આવ્યું છે ને અને બચાવમાં એવો તર્ક રજૂ કરે છે કે કચરામાં કામ કરવાનું ચ અને ગંધ લાગે છે એટલે પિયે છીએ.ત્યારે પીરામણ પંચાયતના સફાઈ કામદારનો દેશી દારૂ પિતા વિડીયો ગાંધી જયંતીના દિવસે જ વાયરલ થયો હતો જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનવાનીની સાથે -સાથે દારૂ બંધી હોવા છતાં જાહેરમાં દારૂ વેચાણ અને પીવાતો હોવાની ગવાહી આપી પોલીસ કાર્યવાહી પર સવાલ ઉભા કરી કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા કર્યા હતા.ઘટના જે પણ હોય રાજકીય છે કે જાગૃત નાગરિકની જાગૃતતા છે.પણ દારૂબંધી એવા ગુજરાતમાં જ્યાં દેશ આખામાં આજના દિવસે દારૂ વેચાણ અને પીવા પર પ્રતિબંધ હોવા છતાં આજના દિવસે જ દારૂબંધીના લીરેલીરા ઉડ્યા વિડિયોએ અનેક સવાલ ઉભા કરી દીધા છે.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: