Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસે જુગારીયાઓને ઝડપ્યા
ઉમરવાડા રોડ ઉપર ખેતરમાં રમતા હતા જુગાર
૫૯ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

અંકલેશ્વર શહેર પોલીસે આંબોલી ગામની સીમમાં ઉમરવાડા રોડ ઉપર ખેતરમાં જુગાર રમતા સાત જુગારીયાઓને ૫૯ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વરના આંબોલી ગામની સીમમાં ઉમરવાડા રોડ ઉપર ખેતર શેઢા પાસે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૨૪ હજાર અને ચાર ફોન મળી કુલ ૫૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો રામકુંડના વણકરવાસમાં રહેતો જુગારી અંકિત ઉમેદ રામ,ઠાકોર વસાવા,સોહેલ યુનુશ ટોપિયા અને છીતુ વસાવા,રવિકુમાર પરમાર સહીત સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: