Skip to main content

Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસે જુના દીવાના જુગારી ઝડપ્યા
ખેતરમાં જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા
૧.૨૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

અંકલેશ્વર શહેર પોલીસે જુના દીવા ગામની સીમમાં સેફરોન કોમ્પ્લેક્ષથી જુના દીવા જવાના માર્ગ ઉપર ખેતરની ઓરડીમાં જુગાર રમતા ૬ જુગારીયાઓને રૂપિયા ૧.૨૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડમાં રહેતો રફીક અબ્દુલ હમીદ શેખ જુના દીવા ગામની સીમમાં સેફરોન કોમ્પ્લેક્ષથી જુના દીવા જવાના માર્ગ ઉપર ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૦ હજાર અને ત્રણ રીક્ષા તેમજ ૬ ફોન મળી કુલ ૧.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા મુખ્ય સુત્રધાર રફીક અબ્દુલ હમીદ શેખ,રફીક ગફુર બેગ,રહેમાન અબ્બાસ ખાન અને ગુલામ રસૂલ અબ્દુલ રહીમ મુલ્લા,અશોક કાયસ્થ,સઈદ ઈમ્તિયાઝ અબ્દુલ કરીમ મલેકને ઝડપી પાડ્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: