Satya Tv News

ઓશિકાની મદદથી મોં દબાવીને જમાઈએ સસરાની હત્યા કરી

હત્યા કર્યા બાદ મિત્રોની મદદથી લાશને કેનાલમાં ફેંકી દીધી

જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી લાશ મળી આવતા ભેદ ઉકેલાયો

સુરતના જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે આ પ્રકરણમા ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. અને મૃતકની ઓળખ થાય બાદ આ ઘટનામાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. જેમાં જમાઈએ જ રૂપિયાની લાલચમાં પિતા સમાન સસરાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ બાદમાં મિત્રોની મદદથી સસરાની લાશને નહેરમાં નાખી દેવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઈમાં મોડલ તરીકે કામ કરતી યુવતી સુરત પોતાના ઘરે આવતા તેના પિતા નહીં દેખાતા તેણે પતિ મયુર રાદડિયા સાથે અમરોલી પોલીસ મથકે પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધવી હતી. જેથી અમરોલી પોલીસે તપાસ શરૂ કરી એ દરમ્યાન બિનવારસી હાલતમાં જહાંગીર પુરા પોલીસની હદમાં મળેલી લાશની ઓળખ ગુમ થનાર દશરથ મેરાડે તરીકે થઇ હતી.

સુરતના જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે આ પ્રકરણમાં 0 નંબરની ફરિયાદ નોંધી કામરેજ પોલીસને તપાસ સુપરત કરતા કામરેજ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢતા ચોકવનારી હકીકત સામે આવી હતી. મૃતકની ઓળખ થાય બાદ આ ઘટનામાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. તપાસમાં જમાઈએ જ રૂપિયાની લાલચમાં પિતા સમાન સસરાની હત્યા કરી હોવાનું સામે આવતા હળભડાટ મચી ગયો હતો. છે. એટલું જ નહિ બાદમાં મિત્રોની મદદથી સસરાની લાશને નહેરમાં નાખી દેવામાં આવી હતી.

આ હત્યાના ગુન્હામાં સામેલ સાગર રુદકિયા અને કિશોર ઇશામલિયા મુખ્ય હત્યાના આરોપી મયુર રાદડિયાના મિત્ર છે અને હત્યામાં સામેલ હોવાથી કામરેજ પોલીસે ઝડપી પાડ્યા છે. જેની પૂછપરછમાં ચોકાવનારો ખુલાસો થયો હતો. આરોપી મેહુલે મોડલ પત્નીએ ભેગા કરેલા 40 લાખ રૂપિયા સસરા પાસે જોયા હતા. જેથી રૂપિયાની લાલચમાં તે સસરાને વિશ્વાસમાં લઈ કામરેજ નજીક આવેલા એક ફાર્મ હાઉસમાં ગયો હતો. અને ત્યાં મિત્રોની મદદથી સસરાને કોલડ્રિન્કમાં ઘેની પ્રદાર્થ નાખી બેભાન કરી ઓશિકાની મદદથી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

મહત્વનું છે કે, આરોપી જમાઈ મયુરે સસરા દશરથભાઈની હત્યા કરી તેમની લાશને કારમાં નાખી સાયણ તરફ નહેરમાં નાખી દીધી હતી. જે લાશ તણાઈને સુરત જહાંગીર પુરા પોલીસની હદમાં નીકળતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ કરતા આ આખી ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. જો કે, હાલ સસરાની હત્યા કરનાર જમાઈ પોલીસની પકડથી દુર છે. તેમજ 40 લાખ રૂપિયા પણ ગાયબ છે. જેથી હત્યાનું સાચું કારણ જમાઈની ધરપકડ બાદ જ સામે આવી શકે તેમ છે. હાલ પોલીસે મુખ્ય હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

error: