અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચી નાકા પાસેથી ઈસમ ઝડપાયા
ભંગારના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા
૭૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચી નાકા પાસેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી ૭૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના જુના બોરભાઠા ગામ તરફથી થ્રી વ્હીલ ટેમ્પો નંબર-જી.જે.૧૬.એક્સ.૪૦૧૨માં બે ઈસમો લોખંડની પ્લેટ અને ભંગાર ભરી અંકલેશ્વર આવી રહ્યા છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચી નાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી લોખંડની પ્લેટ,એંગલના ટુકડા સહીત ૪૫૦ કિલો ભંગાર મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ચાલક અને અન્ય ઇસમને ભંગાર અંગે પુછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે ૧૫ હજારનો ભંગાર અને ટેમ્પો મળી કુલ ૭૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગડખોલની સરસ્વતી સ્કુલ સ્થિત વિજય નગરમાં રહેતો ટેમ્પો ચાલક અજય સુભાષચંદ્ર કશ્યપ અને ઉમેશ શીવધારી રામને ઝડપી પાડ્યો હતો.
વિડિઓ જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર