Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસે દારૂ ઝડપી પડ્યો
શહેર પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂ ઝડપાયો
દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા

અંકલેશ્વર શહેર પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કેશવ પાર્કમાં રહેતો બુટલેગર ભાવેશ ઉર્ફે કલ્લુ પ્રશાંત મોદી પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ઘરમાંથી વિદેશી દારૂની ૨૮ નંગ બોટલ મળી કુલ ૬ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ભાવેશ ઉર્ફે કલ્લુ પ્રશાંત મોદીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.જયારે અંકલેશ્વરના ઉમરવાડા ગામના જોશી ફળિયામાં રહેતો બુટલેગર રાહુલ મનહર વસાવા અંકલેશ્વરના ભાટવાડ આદર્શ સ્કુલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો લઇ પસાર થવાનો છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી તેની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂની ૮ નંગ બોટલ મળી કુલ ૪ હજારનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર રાહુલ વસાવાને ઝડપી પાડ્યો હતો.તો આવી જ રીતે અંકલેશ્વરના નવા દીવા ગામે શામજી ફળિયાની પાછળ આવેલ ટેકરા ગ્રાઉન્ડમાં ગામનો બુટલેગર રોહિત મના વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને જોઈ બુટલેગર ફરાર થઇ ગયો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૩૨ નંગ બોટલ મળી કુલ ૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર રોહિત મના વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: