ગીર સોમનાથના ધાવાગીરના ચકચારી બાળકી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. 14 વર્ષીય ધૈર્યાને તેના જ પિતા ભાવેશ અને મોટા બાપુજી દિલીપે જ મોતને ઘાટ ઉતારી હતી. ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તાંત્રિક વિધિ કરી. ધૈર્યા પર અમનુષી અત્યાચારની હચમચાવી હકીકતો સામે આવી છે. ધૈર્યાને 2 કલાક આગ પાસે ઉભી રાખી હતી. શેરડીના વાડીમાં લાકડી અને વાયર વડે મારી હતી. બાદમાં માથાના વાળમાં લાકડી બાંધી બે ખુરશી વચ્ચે બાંધી દીધી હતી. સતત સાત દિવસ અત્યાચાર ગુજાર્યો હતો. ધૈર્યા ભૂખી તરસી રાખી તાંત્રિક વિધિ કરતા હતા. 01 /10 થી 07/10 સુધી ચાલ્યો ઘટનાક્રમ.
આખરે તા 07 ના ધૈર્યાનું મોત થયાનું માલુમ પડતા રાતોરાત અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. ધૈર્યાની માતા કપિલાબેન સમગ્ર ઘટનાથી અજાણ હતી. ધૈર્યાની માતાને પણ અગ્નિ સંસ્કાર બાદ જાણ કરાઈ. ધૈર્યાને કોઈ ચેપી રોગ હોવાથી મોત થયાનું કુટુંબમાં જણાવ્યું. ધૈર્યાના નાના એટલે હત્યારા ભાવેશ અકબરીના સસરાએ નોંધાવી ફરિયાદ. પોલીસે ભાવેશ અને તેના મોટા ભાઈ દિલીપ વિરુદ્ધ નોંધ્યો ગુન્હો.