Satya Tv News

ગુજરાતભરના વાહનો ચાલકોને સરકારે તહેવારોમાં મોટી રાહત આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ટ્રાફિક નિયમો તોડનારને દિવાળીના તહેવારોમાં પોલીસ દ્વારા કોઈ પણ દંડ નહીં થાય. ફક્ત ટ્રાફિક સિગ્નલ તોડનારને ટ્રાફિક પોલીસ દ્વારા સમજાવવામાં આવશે. આ નિર્ણય 27 ઓક્ટોબર સુધી લાગુ રહેશે એટલે કે આગામી 6 દિવસ હવે પોલીસ જનતા પાસેથી ટ્રાફિક નિયમોને લગતો કોઈ પણ દંડ વસૂલી નહીં શકે. તહેવારની સિઝનમાં સરકાર તરફથી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતાં નાગરિકોને અપીલ પણ કરી છે કે વાહન ચાલકો પણ નિયમોનું પાલન કરે. જેથી પોલીસ પણ કોઈ નિયમોનું ઉલ્લઘન કરે તો ફક્ત સમજાવે દંડ ન કરે

તો બીજી તરફ આજે અમદાવાદ શહેરમાં ફરી ટ્રાફિકની સમસ્યાને લઈ ટ્રાફિક પોલીસ એકશન મોડમાં આવી છે. તહેવારના માહોલને લઈ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના સર્જાતા ટ્રાફિક પોલીસ ફરી એક્શન મૂડમાં આવી છે. જે બાબતે ડીસીપી નિતા દેસાઈનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવામાં હાથ ધરવાની કાર્યવાહી બાબતે વિગતો જણાવી હતી.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક બાબતે DCPએ જણાવ્યું હતું કે, દિલ્હી દરવાજા વિસ્તારનું ટ્રાફિક અમે ટીમ મોકલી ક્લિયર કરાવીશું તેમણે જણાવ્યુ હતું કે, ચાર વર્ષથી રોડ બંધ હતો એટલે લોકોને એક આદાત પડી ગઈ છે. તેમણે કહ્યું હતું કે, ફટાકડાના વિક્રેતાઓને અમે જઈને મળીશું અને ટ્રાફિક ન સર્જાય તે બાબતે તેમને અમે માહિતગાર કરી સમજાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જરૂર પડશે તો ક્રેન મોકલીને વાહનો ટો પણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, દિવાળીના તહેવારને લઈ અમદાવાદ શહેરમાં વેપારીઓ સાથે વાતચીત કરવામાં આવી અને ટ્રાફિક સમજાવ્યા છે કે, ગ્રાહકોના વાહન પાર્ક કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ પાર્કિગ સ્થળે સીસીટીવી વ્યવસ્થા કરવામાં આવે તવી સૂચના છે પરંતું તે બાબતે થાણાં ઈન્ચાર્જ દ્વારા તપાસ પણ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ એકશન મૂડમાં છે. ટ્રાફિક બાબતે રખડતા ઢોરને લઈ તંત્ર મૂડમાં આવી એકશન લીધી હતી. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈ 80 જેટલા રખડતા ઢોરના માલિકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. શહેરના નરોડા અને એસ પી રિંગ રોડ પર રખડતા ઢોરની સમસ્યા વધુ હતી ત્યાંથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત હતો. જે બાબતે અમદાવાદ પોલીસે રખડતા ઢોરના માલિકો સાથે બેઠક પણ યોજી હતી. જેમા રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ માટેની ચર્ચા કરી રખડતા ઢોરને છૂટા ન મુકવા અપીલ પણ કરવામાં હતી.

error: