Satya Tv News

ઝારખંડના ચાઇબાસા વિસ્તારમાં એક ૨૬ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર પર ૧૦ લોકોએ બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આ યુવતી પોતાના બોયફ્રેન્ડ સાથે સાંજે બાઇક પર ફરવા નીકળી હતી, આ દરમિયાન એક આઠથી ૧૦ લોકોની ગેંગ સામે આવી હતી અને બોયફ્રેન્ડને માર મારીને યુવતીને ઉઠાવી લઇ ગઇ હતી, બાદમાં એક પછી એક ૧૦ નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસે આ ઘટના સાથે સંકળાયેલા ૧૨ લોકોની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે. બળાત્કાર કરીને આ ગેંગ યુવતીનો મોબાઇલ અને વોલેટ પણ લઇને ભાગી ગઇ હતી. યુવતી ગમે તેમ કરીને પોતાના ઘરે પહોંચવામાં સફળ રહી હતી, જે બાદ તેણે પોતાના પરિવારને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. જે બાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પીડિતાનું મેડકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

error: