Satya Tv News

અંકલેશ્વર નજીવા મુદ્દે માથાકૂટ થતા માર મારતા પોલીસ નોંધાઈ ફરિયાદ
લોખંડનો પંચ અને લાકડીના સપાટા વડે માર માર્યો હતો
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામના ટેકરી ફળિયામાં નજીવા મુદ્દે માથાકૂટ થતા સાળી અને સાઢુભાઇ સહિત ત્રણ ઈસમોએ મોટી બહેન અને બનેવીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

મૂળ ડેડીયાપાડાના વડીવાવ ગામના અને હાલ અંકલેશ્વરના નવા બોરભાઠા બેટ ગામના ટેકરી ફળિયામાં રહેતા અર્જુનભાઈ કુંવરજીભાઈ વસાવા ગજરોજ પોતાની પત્ની મનિષાબેન વસાવા સાથે ઘરે બેઠા હતા તે સમયે સાળી પૂજાબેન વસાવા અને સાઢુભાઈ કરણ વસાવા તેઓના ઘરે આવ્યા હતા જેઓ સાથે વાતવાતમાં મોટી બહેન મનીષાએ નાની બહેનના પતિ કંઈ કામ ધંધો કરતો ન હોય જે અંગે કહેતા તે અચાનક ઉશ્કેરાઈ ગઈ હતી અને અપશબ્દો ઉચ્ચારવા લાગી હતી આ દરમિયાન અર્જુન વસાવા બહેનો વચ્ચે વધુ ઝઘડો નહિ થાય તે માટે છોડાવવા વચ્ચે પડતા સાઢુભાઈ કરણ વસાવા ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો જે બાદ સાળી અને સાઢુભાઈ ત્યાંથી જતા રહ્યા હતા અને થોડીવાર બાદ કરણ અને અન્ય ઈસમ ત્યાં આવી પહોંચ્યા હતા અને અર્જુન વસાવા સાથે માથાકૂટ કરી તેને લોખંડનો પંચ અને લાકડીના સપાટા વડે માર માર્યો હતો જ્યારે બંને ઈસમોએ મનીષાબેન વસાવાને પણ માર માર્યો હતો. મારામારી અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: