Satya Tv News

હરિદ્વાર વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઇસમ ઝડપાયો
વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમને રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો
ઇસમ પાસેથી વિદેશી દારૂની 12 નંગ બોટલ મળી આવી

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન આવેલ હરિદ્વાર વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી જતા ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ રેલ્વે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન હરિદ્વાર વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઇસમ ઉતાવળે ઉતાવળે જતો હતો જેને ઉપર પોલીસને શંકા જતા પોલીસે તેને અટકાવી તેના પાસે રહેલ બેગમાં થી વિદેશી દારૂની ૧૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો તો અને મધ્ય પ્રદેશના ભીદૌંસા ખાતે રહેતો રાજવીરસિંહ ચક્ર્પાલસિંહને ઝડપી પાડ્યો હતો.

વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: