Satya Tv News

અંકલેશ્વર GIDC પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
પોલીસે બાતમીને આધારે પાડ્યા હતા દરોડા
કુલ ૬ હજારના મુદ્દામાલ કબ્જે કરાયો

અંકલેશ્વર GIDC પોલીસે બબુલ ચોકડી પાસે આવેલ ગીરીરાજ હોટલ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બબુલ ચોકડી સ્થિત ગીરીરાજ હોટલ પાસે રોડ ઉપર એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૫ નંગ બોટલ મળી કુલ ૬ હજારના મુદ્દામાલ સાથે ભડકોદ્રા ગામની નંદનવન સોસાયટીમાં રહેતો બુટલેગર રવિકુમાર કૈલાશ સિન્હાને ઝડપી પાડ્યો હતો.

વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

Created with Snap
error: