Satya Tv News

આપણા શરીરના દરેક અંગને પોતાનું કોઇને કોઇ કાર્ય હોય છે. સ્ત્રી અને પુરૂષ બંનેના શરીરના બાંધા અને અંગોમાં ઘણો તફાવત જોઇ શકાય છે. સ્ત્રીઓમાં ઋતુચક્ર અને માતૃત્વ ધારણ કરવાની ક્ષમતાના આધારે અમુક અંગોનું ખાસ મહત્વ હોય છે. પરંતુ પુરૂષોમાં અમુક અંગો એવા હોય છે, જેનું કોઇ કામ હોતું નથી. જેમ કે સ્તન.

પુરુષોના શરીરમાં સ્તન શા માટે હોય છે? પુરુષો બાળકોને સ્તનપાન પણ કરાવતા નથી તો પછી તેમના શરીરમાં નિપલ્સનું કામ શું છે? તેની પાછળ એક રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છે. આ અંગે અમેરિકામાં ઉંડાણપૂર્વક સંશોધન કરવામાં આવ્યું છે. અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી ના પેલેઓએનથ્રોપોલોજિસ્ટ ઇયાન ટેટરસેલે જણાવ્યું હતું કે ગર્ભાશયમાં નર અને માદા બંને ભ્રૂણનો વિકાસ એક જ આનુવંશિક બ્લુપ્રિન્ટથી શરૂ થાય છે. તેમાં કોઈ ફરક પડતો નથી.

પુરૂષોના શરીરમાં શા માટે હોય છે સ્તન?

લાઇવ સાયન્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ગર્ભમાં નર કે માદાનો વિકાસ જે સ્વરૂપમાં થાય તેની શરૂઆત તરુણાવસ્થાના આરે પહોંચીએ ત્યારે થાય છે. જણાવી દઇએ કે, પુરુષોમાં બ્રેસ્ટ વેસ્ટિગિયલ ઓર્ગનના રૂપમાં હોય છે. આનો અર્થ એ છે કે તેનો કોઈ ઉપયોગ નથી. ગર્ભાવસ્થાના 6-7 અઠવાડિયા બાદ ગર્ભમાં વાય ક્રોમોઝોમ વિકસિત થવા લાગે છે, વાય ક્રોમોઝોમ કારણે પુરુષનું શરીર બનવાનો પ્રારંભ થવા લાગે છે. પ્રથમ અંડકોષનો વિકાસ થાય છે. આ અંગમાં શુક્રાણુનો સંગ્રહ થતો હોય છે.

જેનેટિકમાં ક્યારે શરૂ થાય છે પરીવર્તન?

આ સિવાય ટેસ્ટોસ્ટેરોનને કારણે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. ગર્ભના વિકાસ સમયે આ હોર્મોનનો સ્ત્રાવ 9 અઠવાડિયામાં થવા લાગે છે. આ કારણે બાળકની જિનેટિક્સમાં બદલાવ આવવા લાગે છે. શરીરના બાકીના ભાગોનો પણ આ જ રીતે વિકાસ થાય છે.

પેલિયો એન્થ્રોપોલોજીસ્ટનું માનવું છે આવું

પેલિયો એન્થ્રોપોલોજીસ્ટ ઇયાન ટેટરસેલના જણાવ્યા અનુસાર, પુરુષોમાં સ્તન હોવું કોઈ પણ મેટાબોલિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલું નથી. પુરુષોને આ અંગની જરૂર નથી હોતી. ગર્ભના વિકાસ દરમિયાન, તે પુરુષોના શરીરમાં આવે છે, પરંતુ તેમનું કોઈ મહત્વ નથી. જો તે પુરુષોના શરીરમાં ન હોય તો પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. ઇયાન ટેટરસેલના જણાવ્યા અનુસાર પુરુષોના શરીરમાં એવા ઘણા અંગો હોય છે, જેમનું તેના શરીરમાં કોઇ કામ હોતું નથી. તેમાં એપેન્ડિક્સ, બ્રેસ્ટ, હ્યુમન ટેઇલબોન અને વિસ્ડમ ટીથનો સમાવેશ થાય છે.

(why do men have nipples) (Body Parts) (Difference in Male & Female Body) (Why do men have Nipples) (American Museum of Natural History) (Paleoanthropology) (Baby Breastfeeding) (Pregnancy) (Vestigial Organ) (Y Chromosome)

error: