અંકલેશ્વરના પાનોલી GIDCમાં લૂંટની ઘટના સામે આવી
3 મોપેડ સવારો મોબાઈલ તેમજ વાહનની ચપ્પુની અણીએ લૂંટ ચલાવી ફરાર
પાનોલી પોલીસે 26 હજારની લૂંટ અંગેનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ
અંકલેશ્વરના પાનોલી GIDC મોપેડ પર આવેલ ત્રણ લૂંટારૂઓએ ચપ્પુની અણીએ મોબાઈલ તેમજ લૂંટ ચલાવી ફરાર થતા પાનોલી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર પાનોલી પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પાનોલી GIDCમાં આવેલ સકાતા ચોકડીથી ગુજરાત એગ્રો ચોકડી જવાના માર્ગ પર મોપેડ ગાડી નંબર GJ 19 AS 6134 પર સવાર ત્રણ જેટલા ઈસમો એક મહિલા મંજુબેન પરમારના હાથમાંથી મોબાઈલ ઝુપવી ભાગતા હતા. તે દરમિયાન કુલદીપકુમાર રામવિલાસ વિશ્વકર્માએ સમગ્ર ઘટના જોતા મોપેડ સવારોનો પીછો કરી તેઓને ટક્કર મારી પડી દીધા હતા. જે બાદ મોપેડ સવાર ઈસમોએ કુલદીપકુમારને ચપ્પુ બતાવી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ કુલદીપકુમારની મોટર સાયકલ નંબર GJ 05 BK 7847 અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ઘટના મામલે કુલદીપકુમાર વિશ્વકર્માએ પાનોલી પોલીસ મથકમાં લૂંટ અંગે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે લૂંટ અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર