Satya Tv News

કુરિયર રિટર્ન કરવાનું કહી ૨૫ હજારથી વધુની છેતરપીંડી કરવાનો મામલો
છતીસગઢ પોલીસે છેતરપીંડીમાં સંડોવાયેલ ચાર ઈસમોને ઝડપી પાડ્યા
શહેર પોલીસે ચાર ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી

અંકલેશ્વર ઓ.એન.જી.સી.ના ગેસ્ટ હાઉસના વેટરને કુરિયર રિટર્ન કરવાનું કહી ૨૫ હજારથી વધુની છેતરપીંડી કરવાના મામલામાં શહેર પોલીસે ચાર ઈસમોની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ આસામ અને હાલ અંકલેશ્વર જી.એન.એફ.સી.ગેસ્ટ હાઉસ ખાતે રહેતા હઝરત અલી રમજાન અલીને ગત તારીખ-29 ડિસેમ્બર 2021ના રોજ કુરિયર માટેનો મેસેજ આવ્યો હતો જે ફોન ધારકને હઝરત અલી રમજાન અલીએ સંપર્ક કર્યો હતો જેણે કુરિયર કેન્સલ થઈ ગયેલ છે. અને તેને પરત મંગાવવા માટે ફી ભરવાનું કહી ઓનલાઈન લિંક મોકલી હતી જે લિંક પર મોકલી હતી જે લિંક ઓપન કરી 5 રૂપિયા ભરાવી અલગ અલગ રીતે ગત તારીખ-૨જી ફેબ્રુઆરીના રોજ કુલ 25 હજારથી વધુ રૂપિયાની છેતરપીંડી કરી હતી આ છેતરપીંડી અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તે દરમિયાન છતીસગઢ પોલીસે છેતરપીંડીમાં સંડોવાયેલ ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા જે ચારેય આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: