અમદાવાદ : અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ગેંગ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગ નાના બાળકોને નશાની લપેટમાં ધકેલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આરોપી નાના બાળકો સહિત અન્ય લોકોને ઈ સિગારેટનું ઓનલાઈન વેંચાણ કરતા હોવાનુ સામે આવ્યું હતું .
પહેલા 2 આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ અન્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી ઈ સિગારેટ પણ કબ્જે કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે સાયબર ક્રાઈમ દ્વારા આરોપી મુશીર અહેમદ નાગોરી,મોહમ્મદ રૈયાન શેખ,સુરેશ ડામોર અને નીપેશ કલાસવા નામ ના લોકો ની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસે થી
મહત્વની વાત એ છે કે આરોપીઓ સામે જીવેનાઇલ જસ્ટિસ(કેયર એન્ડ પ્રોટકશન ઓફ ચિલ્ડ્રન) એક્ટ 2015 ની કલમ 77 નો ઉમેરો કરવામાં આવેલ છે અને ખાસ કરી ને આ એક્ટ બિન જામીન પાત્ર છે જેથી આરોપીઓ ને સબક મળે તે માટે આ કલમ નો ઉમેરો કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે અગાઉ પણ આ પ્રકાર ના ઈ સિગારેટનું ઓનલાઇન વેંચાણ કરતી ગેંગ પકડાઈ ચૂકી છે અને જેમાં મુંબઈથી આ લોકો ઈ સિગારેટ લાવતા હોવાનુ સામે આવી ચૂક્યું છે, ત્યારે આ આરોપીઓ ક્યાંથી આ સિગારેટ લાવતા હતા અને આ ગેંગ પાછળ અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહેલ છે.
આ લોકો અત્યાર સુધીમાં કેટલા બાળકો ને આવી રીતે સિગારેટ વેચી ચૂક્યા છે તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહેલ છે અને તપાસ બાદ અન્ય મોટા ખુલાસો સામે આવી શકે તેમ છે.હાલ તો આરોપીઓ ની પૂછપરછ કરવામાં આવી રહી છે.નવીન