રાજકોટ – અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકોની હાલ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- રાજકોટ – અમદાવાદ હાઇવે પર અકસ્માત
- માલિયાસણ ગામ નજીક થયો અક્સ્માત
- ડમ્પર પાછળ કાર ઘુસી જતા 2 લોકોના મોત
રાજકોટ – અમદાવાદ હાઈવે પર માલીયાસણ ગામ પાસે ડમ્પર પાછળ ઈકો કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈકો કારમાં સવારમાં બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ છે. જ્યારે 8 લોકોને ઈજા પહોચી છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
માલયાસણ ગામ પાસે ગમખ્વાર અકસ્માત
મળતી મહિતી અનુસાર, માલીયાસણ ગામ નજીક ટ્રકની પાછળ ધડાકાભેર ઈકો કાર ઘુસી ગઈ હતી. અકસ્માતના પગલે ટ્રકનો પાછળનો ભાગ બેથી ત્રણ ફૂટ સુધી ઇકો કારને ચીરીને અંદર ઘુસી ગયો હતો. અકસ્માતના સમાચાર મળતા જ કુવાડવા પોલીસની ટીમ અને 108ની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. રાહદારીઓની મદદથી કારમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે ઈકો કારમાં 10 લોકો સવાર હતા.
3 લોકોની હાલત ગંભીર
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ અકસ્માતને પગલે કુવાડવા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.