Skip to main content

Satya Tv News

અંકલેશ્વર વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
માતેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાંથી વિદેશી દારૂનો મળ્યો જથ્થો
કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કાપોદ્રા પાટિયા પાસે આવેલ માતેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાપોદ્રા પાટિયા પાસે આવેલ માતેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાં વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૬૦ નંગ બોટલ મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સિદ્ધેશ્વરી બંગ્લોઝમાં રહેતો વિનોદ માંગીલાલ ચાવલાને ઝડપી પાડ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: