Satya Tv News

અંકલેશ્વર GIDC પોલીસે 7 જુગારીયા ઝડપી પાડયા

સોનમ સોસાયટીમાં જુગાર રમતા 7 જુગારીયા ઝડપાયા

18 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર GIDC રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટીમાં ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા સાત જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૮ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મીરાનગરમાં રહેતો જુગારી ધર્મેન્દ્રકુમાર રમેશચંદ્ર પ્રજાપતિ, દીપકસિંગ શિવવીરસિંગ સિંગ, ક્રિપાશંકરકુમાર મુકતિપ્રસાદ મંડલ અને રાહુલ શ્રીજશવંતસિંગ જાટ, નિર્દેશકુમાર વેચેલાલ રાઠોડ સહીત સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: