ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ટ્રાન્સફર વોરંટથી અટકાયત
ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી એલસીબીએ વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.
ગત તારીખ-૨ ડીસેમ્બરથી ૪ ડીસેમ્બર સુધીમાં અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર-૨૦૫માં રહેતા રોશન કુમાર ઠાકોરભાઈ પટેલ પોતાનું મકાન બંધ કરી સહ પરિવાર સુરતના ડુમસ ખાતે રહેતા કાકાની દીકરીના લગ્ન હોય લગ્નમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા ૨૧ હજાર મળી કુલ ૬૧ હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન ભરૂચ એલસીબીએ ચોરીના ગુનામાં સંડોવાયેલ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ અભિનવ એવન્યુના ટેરેસ ઉપર રૂમમાં રહેતો ટેક ઉર્ફે ટીકારામ કીર્તિસિંગ કામી વિશ્વકર્માની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તેને અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે
વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર