Skip to main content

Satya Tv News

વાલિયા ચોકડી પાસેથી ઝડપાયો વિદેશી દારૂ
મહિલા સહીત બે ઈસમોવિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા
કુલ ૨૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

અંકલેશ્વર બી ડીવીઝન વાલિયા ચોકડી પાસેથી મહિલા સહીત બે ઈસમોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ચોકડી પાસે એક મહિલા સાથે બે ઈસમો થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઇ ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૩૪ નંગ બોટલ મળી કુલ ૨૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહારાષ્ટ્રના નાસિકની અમૃતધામ શાંતારામ સોસાયટીમાં રહેતી વૈશાલીબેન બાપુસાહેબ પાટીલ અને એન્થોની ભાગ્યસ્વામી ડેવિડને ઝડપી પાડ્યો હતો

વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: