ઇક્કો ચાલકે એકટીવા મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
કોઈ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો
અકસ્માત અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ બોમ્બે વોચની દુકાન સામે ઇક્કો ચાલકે બેફીકરાઇથી કાર હંકારતા એકટીવા મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ઘટનમાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો
અંકલેશ્વરના બોરભાઠા બેટ સ્થિત નિરાતન નગરમાં રહેતા મિલનકુમાર કિરીટ દેસાઈ પોતાની એકટીવા નંબર-જી.જે.૧૬.બી.પી. ૬૫૫૫ લઇ સાંજના સમયે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ બોમ્બે વોચની દુકાન સામે એકટીવા પાર્ક કરી ઘડિયાળ રીપેર કરાવવા ગયા હતા તે દરમિયાન ઇક્કો કાર નંબર-જી.જે.૧૬. બી.કે. ૪૭૬૮ના ચાલકે બેફીકરાઇથી કાર રીવર્સ લેતા એકટીવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતના શ્વાસ લીધા હતા જો કે અકસ્માતને પગલે એકટીવાને નુકશાન થયું હતું અકસ્માત અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર