Satya Tv News

અંકલેશ્વર સરથાણ ગામની સીમમાં મારામારી

ખેતરમાં વાડ કરતા ખેડૂતમાં માર મારતા પોલીસે ફરિયાદ

તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામની સીમમાં ખેતરમાં વાડ કરતા ખેડૂતને ચાર ઈસમોએ માર મારતા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.

અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામના લાંગીયા ફળિયામાં રહેતા મોહમદ રફીક હુસેન શેખ ગતરોજ પોતાના ખેતરે જંગલી બાવળના કાંટા કાપી વાડ કરતા હતા તે દરમિયાન ગામનો ઇદ્રીશખાન ઈમામખાન પઠાણ ત્યાં આવ્યો હતો અને કાંટા માર્ગ ઉપર કેમ નાખે છે તેમ કહેતા ખેડૂતે વાળ કરતા હોવાનું કહેતા જ ઇદ્રીશખાન પઠાણ અપશબ્દો ઉચ્ચારી માથાકૂટ કરી હતી જે ઝઘડાનું ઉપરાણું લઇ દિલાવરખાન ઈમામખાન પઠાણ,અબ્બાસખાન ઈમામખાન પઠાણ,સહેજાદખાન અબ્બાસખાન પઠાણ ભેગા મળી લાકડીના સપાટા મારી મોહમદ રફીક હુસેન શેખને માર માર્યો હતો મારામારી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: