અંકલેશ્વરમાં વ્યાજખોર દંપતી સામે ગુનો થયો દાખલ
શહેરમાં રહેતા આદિલ મલેકે નોંધાવી ફરિયાદ
પોલીસે વ્યાજખોર પત્ની નિકિતા અને પતિ સંદીપ કાયસ્થ સામે ગુનો દર્જ
પોલીસે વ્યાજખોરની દંપતીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરના રામકુંડ પાછળ આવેલ ફતેહનગરમાં રહેતા રહીશને વ્યાજખોર દંપતી મૂળ રકમ કરતા વધુ વ્યાજ વસુલી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસે દંપતીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરના રામકુંડ પાછળ આવેલ ફતેહનગરમાં રહેતા આદીલ આબેદીન મલેકએ વર્ષ-2019માં પોતાના પિતાની બીમારની સારવાર માટે હાંસોટ રોડ ઉપર આવેલ શક્તિ નગરમાં રહેતો સંદીપ કાયસ્થ પાસેથી પ્રથમ 40 હજાર 12 ટકાના વ્યાજે લીધા હતા. જે બાદ અલગ અલગ કરી કુલ 1.55 લાખ રૂપિયા આદીલ આબેદીન મલેકે લીધા હતા. જે વ્યાજના રૂપિયા સામે વ્યાજખોરે ચાર કોરા ચેક લીધા હતા. ભોગ બનારે ધીરેધીરે મળી કુલ 2 લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોર સંદીપ કાયસ્થ તેને વ્યાજની રકમની ઉઘરાણી કરી અપશબ્દો ઉચ્ચારી જાહેરમાં ફજેતી કરવાની ધમકી હતી.
આટલેથી નહિ અટકતા વ્યાજખોર સંદીપ કાયસ્થ અને તેની પત્ની નિકિતાબેન સંદીપ કાયસ્થ ગત તારીખ-10મી જાન્યુઆરીના રોજ ફતેહનગરમાં આવી આદીલ મલેકને વ્યાજના રૂપિયા 10 લાખની માંગ કરી તેઓએ આપેલ ચેક બાઉન્સ કરાવી કેસ કરવા અને ખોટા કેસ કરવાની ધમકી આપી લાયસન્સ વિના ઉચું વ્યાજ વસુલ કરી બળજબરી કરતા વ્યાજખોર દંપતી સામે શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે. ગુનો દાખલ થતાની સાથે જ પોલીસે દંપતી નિકિતાબેન કાયસ્થ સંદીપ કાયસ્થની અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર