.
કર્માતુર ચોકડી પાસેથી વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાય.
પોલીસે મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે કર્માતુર ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક મહિલા એકટીવા ઉપર કર્માતુર ચોકડી પાસે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જીઆઇડીસી પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાદમી વાળી મહિલા આવતા તેને અટકાવી એકટીવા માં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ચાર નંગ બોટલ મળી આવી હતી પોલીસે 800નો મુદ્દામાલ કબજે કરી કોસમડીના મોરા ફળિયામાં રહેતી પૂનમબેન અજયભાઈ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર