અંકલેશ્વર નવા દિવા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો
કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂ સાથે આરોપી ઝડપાયો
વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડયો
અંકલેશ્વરના નવા દિવા ગામની કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતી
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવા દિવા ગામના કૈલાસ ટેકરી ફળિયામાં રહેતો ગુમાન ઉર્ફે ગુલિયો વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 9 નંગ બોટલ મળી કુલ રૂ.3600 થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર