Satya Tv News

અંકલેશ્વર GIDCની દેવાંશી ડાયસ્ટફ કંપનીમાં આગ

કંપનીમાં આગ ફાટી નિકળતા દોડધામ

ગણતરીની મિનિટોમાં આગ પર મેળવ્યો કાબુ

સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં

અંકલેશ્વર GIDCમાં આવેલ દેવાંશી ડાયસ્ટફ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.

અંકલેશ્વર GIDCમાં આવેલ દેવાંશી ડાયસ્ટફ કંપનીમાં અચાનક કોઈક કારણોસર આગ ફાટી નીકળી હતી. જેને પગલે કંપનીના કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. અચાનક કંપનીમાં લાગેલ આગને પગલે કંપનીમાં કામદારોમાં નાશભાગ મચી હતી. ઘટનાની જાણ અંકલેશ્વર DPMC ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. બનેલ આગની ઘટનામાં સદનશીબે કોઈ જાનહાની નહિ થવા પામી ના હતી. ઘટનાને લઇ GPCB સહિતની ટિમ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: