Skip to main content

Satya Tv News

અંકલેશ્વર શહેરમાથી વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

પોલીસે રૂપિયા 3 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબ્જે

પોલીસે બુટલેગરને જેલભેગો કરી વધુ કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર શહેર પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરને ઝડપી પડતી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 107માં રહેતો બુટલેગર અનિલ ઉર્ફે લંગડો મોહન પરમાર પોતાના મકાનમાંથી વિદેશી દારૂનું વેચાણ કરે છે. પોલીસે બાતમીવારી જગ્યાએ તપાસ કરતા ઘરમાંથી વિદેશી દારૂની નાની મોટી 17 બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 3400ના વિદેશી દારૂના મુદ્દામાલને કબ્જે કરી બુટલેગર અનિલ ઉર્ફે લંગડો મોહન પરમારને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: