અંકલેશ્વર ગડખોલની સોનમ સોસાયટીમાંથી બાળક રહસ્યમય રીતે ગુમ
બાળકની માતાએ અપહરણ અંગેની અરજી આપતા પોલીસ થઇ દોડતી
પોલીસે ડોગ સ્કોર્ડ સહીતની ટિમ સાથે રાખી શોધખોલ આરંભી
અંકલેશ્વરના ગડખોલ ગામની સોનમ સોસાયટીમાં રહેતો 12 વર્ષીય બાળક રહસ્મય રીતે ગુમ થતા બાળકની માતાએ અપહરણ અંગેની ફરિયાદ નોંધતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે ડોગ સકોર્ડ સહીતની ટિમ સાથે રાખી બાળકની ઠેર ઠેર શોધખોળ આરંભી છે.
અંકલેશ્વર ગડખોલ ગામમાં આવતી રાજપીપલા રોડ સ્થિત આવેલ સોનલ સોસાયટીના મકાન નંબર 145માં રહેતો 12 વર્ષિય બાળક કૃષ્ણાકુમાર ગતરોજ સાંજે રહસ્યમય રીતે ગુમ થયો હતો. જેની પરિવાર દ્વારા અનેક સ્થળે શોધખોળ કરવા છતાં મળી નહિ આવતા આખરે GIDC પોલીસ મથકે અપહરણ અંગેની ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે પણ ઘટનાની ગંભીરતા સમજી GIDC પી.આઈ સહીત ભરૂચ પોલીસનો સ્ટાફ બાળકની શોધખોળમાં લાગી ગયો હતો. પોલીસે ડોગ સ્કોર્ડ સહિતની ટિમ સાથે રાખી રાજપીપલા રોડ પર આવેલ સંવેદનશીલ વિસ્તારમાં બાળકની શોધખોળ આરંભી છે.
નોંધીનીય છે અગાઉ પણ આજ વિસ્તારમાથી આયશા નામક બાળકી ગુમ થઇ હતી. જેની અનેક શોધખોળ બાદ પણ બાળકી મળી આવી નહિ. હાલ તેની તાપસ CBI કરી રહી છે. તેવામાં વધુ એક બાળક ગુમ થતા ભરૂચ પોલીસની ચિંતામાં વધારો થયો છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર