Satya Tv News

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ખાતે રાષ્ટ્રીય કક્ષાના બોઈલર પરના વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે યુપીએલ યુનિવર્સિટી અને નેશનલ પ્રોડકટીવિટી કાઉન્સિલ (NPC) દ્વારા સંયુક્ત રીતે ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ “બોઈલર્સના કાર્યક્ષમ સંચાલન અને જાળવણી” પર એક દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ સેન્ટ્રલ બોઇલર્સ બોર્ડ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર, દિલ્હી દ્વારા પ્રાયોજિત
કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપ ડિરેક્ટર ઓફ બોઈલર્સ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના સહયોગથી યોજાઈ હતી. વિવિધ બોઈલર મુદ્દાઓ પર ૬ સત્રો હતા, અને તે પ્રસિદ્ધ વક્તાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ ઉદ્યોગોમાંથી કુલ ૩૩ સહભાગીઓએ ભાગ લીધો હતો અને તેની પ્રશંસા કરવામાં આવી હતી.

error: