અંકલેશ્વર સોનમ સોસાયટીમાંથી ગુમ થયેલ 13વર્ષીય બાળકનો મામલો
સાત દિવસ બાદ અવાવરું જગ્યાએ બાળકનો મૃતદેહ મળી આવ્યો.
અવાવરું જગ્યાએ રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ
અવાવરું જગ્યા મૃતદેહ મળતા હત્યાની આશંકા વર્તાય
પોલીસે સગા કાકાની શંકાના આધારે હાથ ધરી તપાસ
GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
અંકલેશ્વરના મીરાનગરથી ઝઘડીયા રોડ તરફ પેટ્રોલપંપની બાજુમાં રેલવે ગરનાળાની બાજુમાં ઉછાલી ગામની નજીકથી 13 વર્ષના કિશોરનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ GIDC પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવીને સપ્તાહ પૂર્વે ગુમ થયેલા કિશોરની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર મીરનગર વિસ્તારમાં આવેલી સોનમ સોસાયટીમાંથી રહેતા 13 વર્ષીય કિશોર નામે ક્રિષ્ના યાદવ 23મી જાન્યુઆરીએ ગુમ થયો હતો. જે અંગે તેની માતા મમતા દેવીએ અંકલેશ્વર GIDCમાં પુત્રનું અપહરણ થયું હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. જોકે આજે 31 મી જાન્યુઆરીએ અંકલેશ્વર મીરાનગરથી ઝઘડીયા રોડ તરફ પેટ્રોલપંપની પાછળના ભાગે રેલવે ગરનાળાની બાજુમાં ઉછાલી ગામની સીમમાંથી 13 વર્ષીય કિશોરનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે સપ્તાહ પૂર્વે જી.આઇ. ડી.સીમાંથી ગુમ થયેલા કિશોર ક્રિષ્નાની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જેની શોધખોળ તેમના પરિવારજનો અને આસપાસ કરતા હોવા છતાંય નહિ મળી આવતા અંતે પોતાના પુત્રનું અપહરણ થયું હોવાની આશંકા માતા મમતા દેવી સત પ્રકાશ સીંગ રામસિંગ યાદવે સેવી હતી. તેવામાં નોંધનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસના સગા કાકાની કરતૂત હોવાનું સામે આવતા પોલીસે સગા કાકા ભગવાન યાદવની પુછપરછ હાથ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર