Satya Tv News

અંકલેશ્વર- મહાવીર ટર્નિંગ ટ્રેડ સેન્ટરમાંથી ડીલવરી બોયનો મૃતદેહ મળ્યો

શોપિંગની સીડી ઉપર સ્વિગી ડીલવરી બોયની મૃતદેહ મળી આવ્યો .

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો

સીડી પરથી પગ લપસીને મોત નીપજ્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન

અંકલેશ્વરના મહાવીર ટ્રેનિંગ પર આવેલ ટ્રેડ સેન્ટરની સીડી પરથી સ્વિગી ડીલવરી બોયનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વરના મહાવીર ટ્રેનિંગ પાસે આવેલ ટ્રેડ સેન્ટર પર મકાન નંબર 102 શ્રીજી દર્શન સોસાયટી કોસમડી અંકલેશ્વર ખાતે રહેતા કેતન વિનોદ પરમાર ઉંમર વર્ષ 34ના ગતરોજ રાત્રીના સ્વિગી બોય તરીકે ડિલિવરી આપવા ગયા હતા. જે દરમિયાન કોઈ પણ સમયે તેઓનો બીજા અને ત્રીજા માળના પગથિયાં પર આકસ્મિક રીતે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જેને લઇ તેઓનું મોત નિપજવા પામ્યું હતુ. બનાવ અંગેની જાણ તેઓના ભાઈ હરેશ પરમારને થતા તેઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: