અંકલેશ્વરમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીનો પર્દાફાર્શ
LCB પોલીસે એક આરોપીને ઝડપી પાડયો
મુખ્ય આરોપી અને અન્ય સાગરીતોને વૉન્ટેડ જાહેર
પોલીસે 1.56 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
શહેર એ ડિવિઝન પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી
:
અંકલેશ્વરમાં અલગ અલગ વિસ્તારોમાંથી થયેલા 23 વીજ ટ્રાન્સફોર્મરની ચોરીનો પર્દાફાશ કરવામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. LCB પોલીસે 11 ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડી વધુ બે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર ડિવિઝન વિસ્તારમાં થોડાં દિવસો પહેલાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીઓના ગુનાઓમાં વધુ નોંધાયા હતા. જેના કારણે વીજ કંપનીને લાખો રૂપિયાની નુકશાનની વેઠવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટિલે આ કામના ગુનેગારો ઝડપી પાડવા આદેશ આપ્યા હતાં. જેના આધારે
ભરૂચ LCBની અલગ અલગ ટીમો બનાવી ટીમોને જિલ્લામાં થતી વીજ ટ્રાન્સફોર્મર ચોરીના વિસ્તારોની વિઝીટ કરી હતી. જરૂરી નકશા બનાવી, સીસીટીવી ફુટેઝ અને ટેકનીકલ સર્વેલન્સની મદદ મેળવી વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાઓનો પર્દાફાર્શ કરવામાં LCBને મોટી સફળતા મળી છે.
LCB પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી મળેલી કે, ડીપી ચોરીનો શંકાસ્પદ આરોપી નરપતસિંહ ચારણ સુરત ખાતે રહે છે. જેથી PSI એમ.એમ.રાઠોડ તેઓની ટીમ સાથે સુરત પહોંચી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. તેણે વર્ષ 2022 જાન્યુઆરી, ફેબ્રુઆરી તથા એપ્રિલ મહિનામાં આશરે 23 વાર અંક્લેશ્વરમાં આવીને ચોરીનો મુદ્દામાલ તેના સહ આરોપી પાસેથી લઇ જઇ સુરત ખાતે ભંગારના વેપારીને વેંચ્યો હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે તેની પાસેથી કોપર કોયલમાંથી ગાળીને બનાવેલી કોપર પ્લેટ નંગ-3 આશરે 215 કિલો કિંમત રૂ. 1,50,500 તથા બે મોબાઇલ કિં.રૂ. 5500 મળી કુલ કિં.રૂ. 1,56 ,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે 11 વણ ઉકેલાયેલા ગુનાઓ શોધી વીજ ટ્રાન્સફોર્મર તોડી ચોરી કરનાર ઉત્તરપ્રદેશનો મુખ્ય આરોપી રામસુરત રતીપાલ યાદવ અને અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર